પ્રેમ આ શબ્દ બોલતાં જ આપણે પ્રેમને લઈ અલગ ધારણાઓ બનાવીએ છીએ, પણ વાસ્તવ માં પ્રેમ ની સાચી સમજ કેળવાઈ હોય એવું જોવા મળ્યું નથી.
બાળક સોળ - સત્તર વર્ષનું થાય ત્યારે તેનાંમાં ઘણાં બદલાવ આવે. તે વ્યક્તિ આકષૅક ક્યાંય પણ આવી જાય, બાયલેર બનાવનાર વ્યક્તિ અને કોઈ પણ ગમી જાય તે પણ કોઈ વ્યક્તિ ને ચાહવું પણ થાય અથવા તો કોઈ વ્યક્તિના પ્રેમમાં પણ તેનાં મા-બાની જવાબદારી છે તેનાં ખભે હાથ કહે છે કે દિકરા પ્રેમમાં કંઇપણ નથી, કોઇપણ વ્યક્તિ એ ખૂબ સુંદર ઘટના છે પરંતુ જે વ્યક્તિ તને ગમે છે એ તારી માટે જ સર્જાણી છે એ વાત ખોટી છે. એટલે પ્રેમ તો કરવો જ જોઈએ પ્રેમ કરવામાં કંઈ વાંધો નથી પણ તેનાં પછી પ્રેમને કારણે મુંઝારો થવો એ ખોટું છે. અને પ્રેમ જેવું કશું હોતું નથી એવું કહેનારા ને પણ એક વખત તો પ્રેમ થયો જ છે.
"અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ રહે તો દુનિયા ની કોઈ ચીજ મુલાયમ નહીં રહે. "
આ જગત માં પ્રેમ જ એક એવી વસ્તુ છે જે એકમેકને જોડી રાખે છે. પરંતુ આજનાં સમયમાં મા-બાપ ને મુંઝારો વધારે છે કે જે ભાવ બાળકનાં મનમાં સોળ - સત્તર વર્ષની વયે જાગતાં તે ભાવ હવે બાર - તેર વર્ષની વયે જાગે છે. તો એ મા-બાપ ને કહેવું છે કે તે ભાવ જાગવો એમાં કંઈ ખોટું નથી પરંતુ એમાં પડી જવું તે ખોટું છે. પ્રેમમાં વ્યક્તિ હોય એટલે એટલે એમ કહે છે કે હું પ્રેમમાં પડ્યો કે હું પ્રેમમાં પડી પરંતુ તે વખતે માં - બાપે એમને કહેવું જોઈએ કે પ્રેમમાં પડવાનું નથી પ્રેમમાં તો ઉડવાનું છે. પ્રેમમાં મ્હાલવાનું હોય છે, એકમેકને ચાહવાનું હોય છે.
" પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ કરવાની ઉંમર કઈ ? જે વર્ષે થઈ જાય પ્રેમ એ જ ઉંમર ખરી.
ખરેખર માંબાપ નાં મનમાં એ મુંઝારો છે કે તેમના બાળકને પ્રેમ ની લાગણી આ ઉંમરમાં કેમ જાગી છે. તેમણે જે ઉંમરે પ્રેમ કર્યો હતો એ થ ઉંમર સાચી હતી. પણ પ્રેમ કરવાની કોઈ ચોક્કસ ઉંમર નકકી કરેલી નથી. જ્યારે જે ઉંમરે પ્રેમ થાય ત્યારે તે ઉંમર સાચી છે તેવું તે સમજતાં નથી એમાં બાળક ખૂબ મુંઝવણમાં રહે છે.
અંતે આખી વાત નો સાર એજ છે કે પ્રેમ શાશ્વત છે.

