" The one bachelor mother " :-
આ વાક્ય સાંભળતા જ આપણાં બધાંનાં મનમાં ઘણાં બધા વિચારો આવવા માંડે છે્, એક છોકરી કુંવારી માતા બને તો સૌ કોઈ તેનાં ચરિત્ર ઉપર પ્રશ્ન કરે છે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. હા, કોઈક છોકરીએ પ્રેમમાં પડીને આવું પગલું ભરે તો એ વાત આખી જુદી છે અને એ તો આખો વિષય જ જુદો છે, પણ આજે જે વાત કરવી છે એ એવી સ્ત્રીઓની વાત છે જે " carrier oriented " છે, એવી સ્ત્રીઓ કે જેમને લગ્ન નામની વ્યવસ્થામાં નથી જોડાવવું અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી તેમાં સફળતા મેળવી સ્વતંત્ર જીવન જીવવું છે. આ સ્ત્રીઓ ને કોઈનાં સહારા ની સાથની જરુર નથી પડતી. આ સ્ત્રીઓ કોઈ વ્યક્તિ સાથે " Live in relationship " માં રહીને બાળક ને જન્મ આપે છે અથવા તો ઘણી સ્ત્રીઓ કોઈ પણ પુરુષ સાથે નો સંબંધ રાખ્યા વગર એકલા હાથે પોતાનાં ઍગ ફ્રિઝ કરાવી IVF ની મદદ લઈ બાળક ને જન્મ આપે છે. આ પ્રકારની પધ્ધતિ માં સ્ત્રી કોઈ પણ પ્રકારના પુરુષ સાથે ના સંબંધ વગર તથા લગ્ન કર્યા વગર ' માં ' બની શકે છે, જેને અંગ્રેજીમાં " Single mother " અથવા તો " Bachelor mother " કહેવાય છે.
આ કલ્ચર વિદેશમાં થી આપણે અહીં આવ્યું છે, અને આ ની શરૂઆત પણ પ્રથમ બોલીવુડે જ કરી હતી. પ્રખ્યાત પ્રોડ્યુસર ડેઈલી સોપ ક્વીન કહેવાતી એકતા કપૂરે 2018 માં પોતાના ઍગ ફ્રિઝ કરાવ્યા હતા અને પછી તેઓ સરોગેસી દ્વારા એક બાળક પણ લાવ્યાં. એ પ્રકારે તેઓ લગ્ન કર્યા વગર માં બની શક્યાં. સિંગલ મધર બનવાનો ક્રેઝ બોલિવૂડ પછી ઘણા લોકો માં આવ્યો છે, ગુજરાત માં પણ ઘણી મહીલાઓ હવે સિંગલ મોથેર બનવાનું વિચારે છે. ગુજરાતમાં બે વર્ષ પહેલા ભરૂચ માં પણ એક સ્ત્રીએ તેના એગ ફ્રીઝ કરાવી સિંગલ મધર બનવાનો વિચાર કર્યો હતો , અને હવે આ ક્રેઝ દિવસે દિવસે વધુ પ્રમાણ માં વધતો જાય છે.
એકતા કપૂર ૨૦૧૮ માં એગ ફ્રીઝ કરાવીને માં બની હતી.

