Monday, August 21, 2023

" The one bachelor mother " :-



 
" The one bachelor mother " :-

         આ વાક્ય સાંભળતા જ આપણાં બધાંનાં મનમાં ઘણાં બધા વિચારો આવવા માંડે છે્, એક છોકરી કુંવારી માતા બને તો સૌ કોઈ તેનાં ચરિત્ર ઉપર પ્રશ્ન કરે છે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. હા, કોઈક છોકરીએ પ્રેમમાં પડીને આવું પગલું ભરે તો એ વાત આખી જુદી છે અને એ તો આખો વિષય જ જુદો છે, પણ આજે જે વાત કરવી છે એ એવી સ્ત્રીઓની વાત છે જે " carrier oriented " છે, એવી સ્ત્રીઓ કે જેમને લગ્ન નામની વ્યવસ્થામાં નથી જોડાવવું અને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી તેમાં સફળતા મેળવી સ્વતંત્ર જીવન જીવવું છે. આ સ્ત્રીઓ ને કોઈનાં સહારા ની સાથની જરુર નથી પડતી. આ સ્ત્રીઓ કોઈ વ્યક્તિ સાથે " Live in relationship " માં રહીને બાળક ને જન્મ આપે છે અથવા તો ઘણી સ્ત્રીઓ કોઈ પણ પુરુષ સાથે નો સંબંધ રાખ્યા વગર એકલા હાથે પોતાનાં ઍગ ફ્રિઝ કરાવી IVF ની મદદ લઈ બાળક ને જન્મ આપે છે. આ પ્રકારની પધ્ધતિ માં સ્ત્રી કોઈ પણ પ્રકારના પુરુષ સાથે ના સંબંધ વગર તથા લગ્ન કર્યા વગર ' માં ' બની શકે છે, જેને અંગ્રેજીમાં " Single mother " અથવા તો " Bachelor mother " કહેવાય છે. 

         આ કલ્ચર વિદેશમાં થી આપણે અહીં આવ્યું છે, અને આ ની શરૂઆત પણ પ્રથમ બોલીવુડે જ કરી હતી. પ્રખ્યાત પ્રોડ્યુસર ડેઈલી સોપ ક્વીન કહેવાતી એકતા કપૂરે 2018 માં પોતાના ઍગ ફ્રિઝ કરાવ્યા હતા અને પછી તેઓ સરોગેસી દ્વારા એક બાળક પણ લાવ્યાં. એ પ્રકારે તેઓ લગ્ન કર્યા વગર માં બની શક્યાં. સિંગલ મધર બનવાનો ક્રેઝ બોલિવૂડ પછી ઘણા લોકો માં આવ્યો છે, ગુજરાત માં પણ ઘણી મહીલાઓ હવે સિંગલ મોથેર બનવાનું વિચારે છે. ગુજરાતમાં બે વર્ષ પહેલા ભરૂચ માં પણ એક સ્ત્રીએ તેના એગ ફ્રીઝ કરાવી સિંગલ મધર બનવાનો વિચાર કર્યો હતો , અને હવે આ ક્રેઝ દિવસે દિવસે વધુ પ્રમાણ માં વધતો જાય છે.



                                        એકતા કપૂર ૨૦૧૮ માં એગ ફ્રીઝ કરાવીને માં બની હતી.



                                       

 નીના ગુપ્તા પણ જયારે " વીવ રિચાર્ડસ " સાથે રિલેશનશિપ માં હતા ત્યારે લગ્ન પહેલા તેઓ પ્રગ્નેન્ટ થયા હતા અને તેનાથી તેમને એક દીકરી પણ છે જેનું નામ " મસાબા ગુપ્તા " છે.


         બોલીવુડ  અભિનેત્રીઓ બાદ  ઘણી જગ્યા એ આ ટ્રેન્ડ શરું થયો છે, હા ટ્રેન્ડ જ કહી શકાય કેમકે આ સિંગલ મધરની વિચારધારા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ મહિલાઓ ની લગ્ન કરવા માટેની ઈચ્છા અને લગ્ન માટેનાં  ખ્યાલો બદલાતાં  જાય છે. કરિયર ને લઈને એટલા વ્યસ્ત રહે છે કે તેનો ને લગ્ન પ્રકારની વ્યવસ્થામાં સેટ થતા ઘણો સમય લાગી જાય છે. ઘણી સ્ત્રીઓ પોતાનાં  પેશનમાં અથવા તો કરિયર બનાવવામાં સિદ્ધ થયા બાદ પોતાને ઇંડિપેંડેડ મને છે અને તેઓ ચોક્કસ પાને એવું મને છે કે અને ઘણી સ્ત્રીઓ એવું કહે પણ છે કે અમે ભણેલા છિએ , ઈન્ડિપેન્ડેન્ટ છિએ એટલે અમારે જીવન જીવવા પુરુષ ની કઈ એટલી જરૂર નહિ પડે એટલે આ વિચાર થી પણ આ સ્ત્રીઓ આઈ.વી.એફ ની મદદ લઈ માતા બને છે. 
 
        પરંતુ એક કરિયર ઓરીએન્ટેડ સ્ત્રી આઇવીએફ ની મદદ થી તેની સ્વસ્વીકૃતિથી માતા બને અને એક સ્ત્રી લગ્ન પહેલાં કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધી માતા બને તેમા ઘણો મોટો ફરક છે.   

       એક છોકરી કોઈ વ્યક્તિ ના પ્રેમમાં હોય અને તેના પતિ સાથે તે શારીરિક સંબંધ બાંધે અને જો તે ગર્ભવતી થાય તો તેને તરત જ આપણે તેનું કેરેક્ટર સર્ટીફિકેટ આપી ડી છીએ. લગ્ન પહેલાં જો છોકરી મોટા બને તો તેને  ચરિત્રહિન , વ્યભિચારી , સાંસ્કારહિન , અને કુળ નું નામ વગોવનારી જેવા લાંછનો લગાડવા લાગીએ છીએ. 
એવું કેમ ? એક પુરુષ લગ્ન પહેલા કોઈની સાથે સંબંધ બાંધે અને કોઈ સત્રી પ્રેગ્નેન્ટ થાય તો તે સ્ત્રી ની ચિંતા કર્યા વગર તે પુરુષ થી ભૂલ થઈ ગઈ અથવા આવું તો થાય તેવું  બોલવા વાળા  લોકો જ જ્યારે કોઈ સ્ત્રી થી આવી ભૂલ થાય તો તેને તરત જ કેરેક્ટર લેસ  નું સર્ટિફિકેટ આપી ડે છે એતો કયા નો ન્યાય છે. આ પ્રકારનું વર્તન થાય એના કરતાં એવું ન કરી શકાય કે છોકરી જ્યારે પંદર , સોળ અથવા સત્તર વર્ષની થાય ત્યારે જ તેને આ અંગે ની સમજૂતી આપવી જોઈએ તેને એ સમજાવવું જોઈએ કે આ બધુ જીવનમાં આવશે પરંતુ ધ્યાન રાખવું એ તારી પહેલી ફરજ છે આ ઉંમર મા આ બધુ થાય કોઈ વ્યક્તિ ગમે કોઈના પ્રત્યે પ્રેમ ની લાગણી સ્ફુરે. પ્રેમ કરવામાં કઈ ખોટુ નથી, અને કોઇની સાથે પ્રેમ મા હોવ અને આ ઉંમર મા આ પ્રકારના આવેગ આવે સંબંધજ બંધાય પણ થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. 










5 comments:

પ્રેમ બાળકના હૈયામાં જાગે અને તેનાંથી મુંજારો બાપ નાં મનમાં જાગે.

       પ્રેમ  આ શબ્દ બોલતાં જ આપણે પ્રેમને લઈ અલગ ધારણાઓ બનાવીએ છીએ, પણ વાસ્તવ માં પ્રેમ ની સાચી સમજ કેળવાઈ હોય એવું જોવા મળ્યું નથી.  બાળક ...